Last Update :
17 Oct 2024
ઈઝરાયલ-હમાસ યુદ્ધને લઈને વધુ એક મોટા અહેવાલ સામે આવ્યા છે. હુમલામાં હમાસના નવા રાજકીય નેતા યાહ્યા સિનવારનું મોત થયું છે. આ અંગેની પૃષ્ટિ ઈઝરાયલના વડાપ્રધાને કરી છે.
બુધવારે મધ્ય ગાઝામાં ઇઝરાયલી હુમલામાં હમાસના ત્રણ સભ્ય માર્યા ગયા હતા. જે પૈકી એક યાહ્યા સિનવાર હતો. આ પહેલાં પણ ઈઝરાયલે સિનવારને મારવાના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ સફળતા મળી નહોતી. તેના મૃત્યુ અંગે અગાઉ પણ દાવા કરવામાં આવ્યા હતા.
હાનીયાના મોત બાદ સિનવારને નેતા બનાવાયા હતા
નોંધનીય છે કે, સિનવાર સાત ઓક્ટોબર-2023ના રોજ ઈઝરાયેલ પર થયેલા હુમલાનો મુખ્ય કાવતરાખોર હતો, જેના કારણે ગાઝામાં મોટા પાયે યુદ્ધ થયું હતું. ઓગસ્ટમાં તેહરાનમાં ભૂતપૂર્વ નેતા ઈસ્માઈલ હાનીયાની હત્યા બાદ તેમને હમાસના નેતા જાહેર કવામાં આવ્યા હતા.